જમ્મુ કાશ્મીર ખાતે ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારની તાત્કાલિક મદદ-આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ
જામનગર તા.21 એપ્રિલ, જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટનાને પગલે ફસાયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારે તાત્કાલિક મદદ પૂરી પાડી છે. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી હાથ ધરી જમ્મુ કાશ્મીર સરકાર સાથે સંપર્ક કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અંગત રસ દાખવી જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાતચીત કરી ફસાયેલા ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રીશ્રીએ ઘટનાસ્થળના કલેકટર તથા પોલીસ અધિક્ષક સાથે પણ વાતચીત કરી ગુજરાતી ભાઈ-બહેનો માટે રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા થાય તે માટે પણ યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.રાજ્ય સરકાર હાલ જમ્મુ કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને ફસાયેલા તમામ ગુજરાતીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે જરૂરી તમામ પ્રયત્નો કરી રહી છે.
000000
