શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં તૈયાર થનાર સોમેશ્વર કુમાર છાત્રાવાસ અને નટેશ્વર રંગમંચ ભવનની ટેક્નીકલ વિગતો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ’સોમેશ્વર કુમાર છાત્રાવાસ’ અંદાજે રૂ. રૂ. ૧૦ કરોડ ૫૫ લાખના ખર્ચે ૩૫૮૩ ચો.મી બિલ્ટઅપ એરિયામાં તૈયાર થશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એક રૂમમાં ૪ વિદ્યાર્થીઓ રહી શકે એવા અદ્યતન ૧૧ રૂમ, રેક્ટર ઓફિસ અને રેસીડન્ટ, દિવ્યાંગ માટે રૂમની વ્યવસ્થા, પેરેન્ટ્સ રૂમ, અદ્યતન ડાઈનિંગ હોલ, ટીવી રૂમ, લોન્ડ્રી રૂમ તેમજ ફર્સ્ટ ફ્લોરમાં ૨૨ રૂમ, ઈલેક્ટ્રિક રૂમ, સેકન્ડ ફલોરમાં એક રૂમમાં ૦૨ વિદેશી વિદ્યાર્થીઓ રહી શકે એવા ૧૧ સ્ટૂડિયો રૂમ સહિત અગ્નિશામક સાધનો, પીવાના શુદ્ધ પાણી માટે આર.ઓ. સિસ્ટમ અને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ બિલ્ડિંગ હશે.

જ્યારે રૂ. ૨ કરોડ ૮૭ લાખના ખર્ચે ૧૪૨૮ બિલ્ટઅપ એરિયામાં તૈયાર થનાર આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચર નટેશ્વર રંગમંચ ભવનમાં અતિથીભવન અને મહાનુભાવો માટે ૫૦ વી.આઈ.પી. સીટ અને ૬૦૦ જેટલી જનરલ સીટસીટ સાથેની કુલ ૬૫૦ વ્યક્તિઓ બેસી શકે તેવો વિશાળ હોલ, ૩૦૦ ચો.મીટરનો સ્ટેજ વિસ્તાર, કલાકારો માટે એર કન્ડિશન્ડ ગ્રીન રૂમ, ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ પર સ્ટોર રૂમ, પેન્ટ્રી રૂમ, ઈલેક્ટ્રિક પેનલ રૂમ તેમજ મહાનુભાવો માટે એર કન્ડિશન્ડ વેઈટિંગ રેસ્ટ રૂમ સહિત સી.સી.ટી.વીથી સજ્જ અને દિવ્યાંગજનો અને કલાકારો માટે રેમ્પ જેવી સુવિધાઓ હશે.

Related posts

Leave a Comment