હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મનપા દ્વારા આગામી રામનવમી અને મહાવીર જયંતિ ના પાવન પર્વ નિમિત્તે કતલખાનાઓ, માંસ, મટન, ચિકન અને મચ્છી વગેરેના વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મૂકવા માટે અને આ તેહવારોના દિવસે મનપાનાં જાહેરનામાનો ભંગ ન થાય તે અનુસંધાને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરને ‘હિન્દ રક્ષક સંઘ’દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં ‘હિન્દ રક્ષક સંઘ’ નાં રાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલ, ગુજરાત સચિવ શ્રી કેતનભાઇ સંઘવી, સૌરાષ્ટ્ર પ્રાંત એડવોકેટ સેલ મહા સચિવ એડવોકેટ શ્રી ત્રિવેણીબેન રાઠોડ, ‘હનુમંત સેના’ નાં રાજકોટ શહેર ઉપાધ્યક્ષ શ્રી વિશાલભાઈ કવા, ‘દુર્ગાસેના’ નાં રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રીમતી હંસાબેન વાળા, હનુમંત સેના રાજકોટ શહેર મહાસચિવ શ્રી ભૌદીપભાઈ આગેચા તેમજ શ્રીમતી સોનલબેન વાછાણી, શ્રીમતી માલતીબેન ચાવડા, શ્રી મુકેશભાઈ જડુ, શ્રી આયુષભાઈ વાળા, શ્રી વિજયભાઈ, શ્રી ભરતભાઈ આહિર તેમજ મોટી સંખ્યામાં ‘હિન્દ રક્ષક સંઘ’ ના કાર્યકરો તેમજ સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મનપા દ્વારા આ બે તહેવારોમાં રાજકોટ ખાતે મોટા પાયે ચાલતા કતલખાનાઓ અને માંસ, મટન, ચિકન અને મચ્છી વેચાણ બંધ કરવામાં નિષ્ફળ રહેશે તો ‘હિન્દ રક્ષક સંઘ’ ના ગુજરાત પ્રદેશ સચિવ શ્રી કેતનભાઇ સંઘવી અને સૌરાષ્ટ્ર પ્રાપ્ત એડવોકેટ સેલના મહાસચિવ એડવોકેટ શ્રી ત્રિવેણીબેન રાઠોડ દ્વારા આ બે તહેવારોના દિવસે રાજકોટ ખાતે સંઘના પદાધિકારીઓ અને કાર્યકરો તંત્રને સાથે રાખી કતલખાનાઓ અને માંસ, મટન, ચિકન અને મચ્છી વેચાણ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે એમ એક અખબારી યાદીમાં જણાવેલ છે.
રાજકોટ મનપા કતલખાનાઓ બંધ કરાવવા માં અસફળ રહેશે તો ‘હિન્દ રક્ષક સંઘ’ કરશે કાર્યવાહી
