કુકરાશ ગામે ગ્રામસભા યોજાઈ

હિન્દ ન્યુઝ, વેરાવળ

      વેરાવળ તાલુકાના કુકરાશ ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે સામાજીક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ હતી.

આ ગ્રામસભામાં જિલ્લા મનરેગા વિભાગના નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર હરેશભાઈ પિઠીયા દ્વારા મનરેગા યોજના અંતર્ગતના લાભો અંગેની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી.

 જિલ્લા સામાજીક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે પણ વિસ્તૃત માહિતી આપી પ્રસાર- પ્રચાર કરવામાં આવ્યો હતો.

જ્યારે તાલુકા આજીવિકા મેનેજર દીપેનભાઈ દ્વારા તેમજ ક્લસ્ટર કો – ઓર્ડીનેટર વર્ષાબેન દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની યોજના અંતર્ગતની માહિતીઓ આપવામાં આવી, બ્લોક કોઓર્ડિનેટર અલ્કાબેન દ્વારા એસ.બી.એમ યોજના અંગેના વિવિધ લાભો અંગે માહિતી આપવામાં આવી હતી. સમાજ સુરક્ષા વિભાગના સામાજીક કાર્યકર દ્વારા દિવ્યાંગ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

ગ્રામસભામાં જિલ્લા પંચાયતના મનરેગા વિભાગના નાયબ જિલ્લા પ્રોગ્રામ કો – ઓર્ડીનેટર હરેશભાઈ પિઠીયા, જિલ્લા સામાજીક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી, તલાટી અનીલભાઈ સોલંકી, તાલુકા TLM દિપેનભાઈ ડાભી, સમાજ સુરક્ષા વિભાગના સામાજીક કાર્યકર કમલેશભાઈ, SBM બ્લોક કો- ઓર્ડીનેટર અલ્કાબેન, NRLM તાલુકા ક્લસ્ટર વર્ષાબેન તેમજ સખીમંડળની બહેનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.

Related posts

Leave a Comment