હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.મુ.તળાજાની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીના પરિણામની જાહેરાત ચૂંટણી અધિકારી અને મામલતદાર-તળાજાએ તા.૩૦/૧૧/૨૦૨૪થી બિનહરીફ ચૂંટણીના પરિણામની જાહેરાત નિયમ- ૩૧ અન્વયે નમૂનો-૭માં પરિણામની જાહેર પ્રસિધ્ધિ કરતાં ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિની ચૂંટણી બાબતના નિયમો-૧૯૮૨ના નિયમ-૬૮ અન્વયે તળાજાના નાયબ કલેકટરશ્રી, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અને ચૂંટણી સત્તાધિકારી જે.આર.સોલંકીએ વ્યક્તિ પ્રતિનિધિ વિભાગ બિનહરીફ ઉમેદવારમાં ક્રમ (1) ભાવનાબેન જયવંતસિંહ જાડેજા મું.મણાર, તા. તળાજા, ક્રમ (2) પ્રેમજીભાઇ વાલજીભાઇ બારૈયા મું. દિહોર, તા.તળાજા અને ક્રમ (3) સુરેશભાઇ ભીખાભાઇ બારૈયા મુ.પીપરલા, તા.તળાજાના સર્વે ચૂંટાયેલ સભ્યો તરીકેના નામોની યાદી પ્રસિદ્ધ કરી છે.