અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય

હિન્દ ન્યુઝ, અમરેલી 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવીને રાજ્યની 160મી નગરપાલિકા બનનાર ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નાગરિકલક્ષી સુવિધાઓ વધવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાની દરખાસ્તને પણ અનુમતિ આપી છે, જેના પરિણામે ઈડર શહેરનો વ્યાપ વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.

Related posts

Leave a Comment