ભાભર અને સુઇગામ પંથકમાં આગામી સમયમાં વરસાદ ન આવે તો ખેડૂતો એ વાવેલ પાક માં નુકશાન થવાનો ભય

ભાભર,

           ભાભર અને સુઇગામ પંથકમાં આગામી સમયમાં વાવણી લાયક વરસાદ થયો હતો જેને લીધે ખેડૂતો એ એરંડા, બાજરી, જુવાર, મગ, જેવા અનેક પાકો નુ વાવેતર કરવામાં આવ્યુ હતું પરંતુ મેઘરાજા એ રિસામણા કરતા વાવેલો પાક હળવે હળવે ઉતરી જતાં જગત નો તાત આજે ચિંતાતુર બની જવા પામ્યા હતા. એક બાજુ કોરોના વાયરસ અને એક બાજુ વરસાદ હાથતાળી આપતાં ખેડૂતો એ વાવેલાં મોઘા બિયારણો નિષ્ફળ જવાની સ્થિતિ સેવાઇ રહી છે. એક બાજુ આ સરહદી વિસ્તાર માં આવેલી કેટલીયે નાની કેનાલો પાણી થી વંચિત રહી જાય છે. જોકે આવતાં થોડો સમયમાં વરસાદ નહીં આવે તો ખેડૂતો ને મોટુ નુકશાન થવા ની ભીતિ સેવાઈ રહી છે.

રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

 

Related posts

Leave a Comment