હિન્દ ન્યુઝ, જામનગર
“વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી જામનગર જિલ્લામાં વિવિધ તબક્કે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ કવિઝ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ વિદ્યાર્થીઓ વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે.
વિકાસ સપ્તાહ અંતર્ગત સેતાલુસ, ડેરા છીકારી, મોટી માટલી, ખટીયા સહિતની શાળાઓ ખાતે ડિબેટ તથા ચિત્ર સ્પર્ધા જ્યારે બોરીયા, ખાન કોટડા, સનેસ, ડાંગરવાડા સહિતની શાળાઓમાં નિબંધ સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.જિલ્લાની કુલ 328 શાળાઓમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં 22 હજારથી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયાં હતાં જેમાં 1861 શિક્ષકો પણ સામેલ થયાં હતાં. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા શાળાઓમાં અધિકારી-પદાધિકારીઓ, સરપંચઓ, મંડળના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો વગેરે પણ જોડાયા હતા.
આ તકે, વિદ્યાર્થીઓએ ‘મારા સ્વપ્નનું વિકસિત ગુજરાત’ એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વગેરે વિષયો પર નિબંધ રજૂ કર્યા હતાં. તેમજ ભારતમાતા, મેક ઈન ઈન્ડિયા, ત્રિરંગો જેવા વિવિધ ચિત્રો બનાવી વિકાસ સપ્તાહની ઉજવણી કરી હતી.