તા. ૨જી ઓક્ટોબરના રોજ સી.વી.એમ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, એરીબાસ કેમ્પસ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે નશાબંધી પ્રચાર સપ્તાહનો ઉદ્દઘાટન સમારોહ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ

   રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ૨જી ઓક્ટોબર ગાંધી જયંતીથી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે આણંદ જિલ્લાના જુદા જુદા તાલુકા મથકે તા. ૨જી ઓક્ટોબર થી તા.૮ ઓક્ટોબર ૨૦૨૪ સુધી સવારે ૧૦:૩૦ કલાકે નશાબંધી સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરેલ છે.

નશાબંધી પ્રચાર સપ્તાહ ૨૦૨૪ દરમિયાન આયોજિત કાર્યક્રમની વિસ્તૃત વિગત જોઈએ તો, તારીખ ૨જી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સી.વી.એમ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, એરીબાસ કેમ્પસ ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે નશાબંધી પ્રચાર સપ્તાહ ઉદ્દઘાટન સમારોહ અને મહાનુભાવના વક્તવ્ય યોજાશે. તા. ૩ જી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વાસદ ખાતે તા.૪થી ઓક્ટોબરના રોજ ભાર્ગવા હોમિયોપેથીક એન્ડ આયુર્વેદિક કોલેજ દહેમી ખાતે,તા.૫ ઓક્ટોબરના રોજ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, પી.ડી.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સ ચારુસેટ કેમ્પસ ચાંગા ખાતે,તા. ૬ ઓક્ટોબર રોજ જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ,બોરસદ ખાતે, તા.૭ ઓક્ટોબરના રોજ આર.પી. આર્ટસ કે.બી.કોમર્સ એન્ડ શ્રીમતી બી.સી.જે સાયન્સ કોલેજ ખંભાત ખાતે તથા તા.૮ ઓક્ટોબરના રોજ વિદ્યા ડેરી ,આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ ખાતે નશાબંધી પ્રચાર સપ્તાહ સમાપન સમારોહ તથા સખી મંડળ તથા મહિલા સંમેલન દ્વારા કાર્યક્રમ યોજાશે.

અત્રે ઉલ્લેખ છે કે સામાન્ય જનતામાં વ્યસનની બદી અંગે સમજણ કેળવાય અને સમાજ વ્યસન મુક્ત બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમનો લાભ મેળવે તેમ અધિક્ષક, નશાબંધી અને આબકારી વિભાગ દ્વાર અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.


Related posts

Leave a Comment