હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને જણાવવાનુ કે, ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર ઓનલાઈન અરજી કરેલ હોય પરંતુ જેઓએ ઓનલાઈન અરજી સાથે જરૂરી સાધનિક કાગળો અત્રેની કચેરીએ રજુ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તે હેતુથી ઓનલાઈન અરજી સાથે ૭-૧૨, ૮-અ, બેંક પાસબુકની નકલ અથવા રદ્દ કરેલ ચેક, અનુસુચિત જાતિ અને જન જાતિના ખેડુત હોય તો જાતિ પ્રમાણપત્ર વગેરે જેવા સાધનીક કાગળો દિન-૭માં નાયબ બાગાય નિયામકની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ કચેરીમાં અચુક જમા કરાવવાની રહેશે તેમજ વધુ માહિતી માટે ફોન નં.- ૦૨૮૪૯-૨૭૧૩૨૧ પર સંપર્ક કરવા બોટાદ નાયબ બાગાયત નિયામકની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
