હિન્દ ન્યુઝ, કાલાવડ
હાલ સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામની સરકારી હોમિયોપેથીક દવાખાનાના મેડિકલ ઓફિસરએ અંગણવાડીની મુલાકાત લીધી હતી.
તેમજ આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને બાળકો સહિત આંગણવાડીના સ્ટાફ મિત્રોને પોષણયુક્ત આહારના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.