જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સતત ખડેપગે

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે લોકોને મદદરૂપ થવા અને સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર ખડેપગે છે. જિલ્લાની હાલની સ્થિતિ અંગે કલેકટર બી. કે. પંડયાએ જણાવ્યું હતું કે, પ્રભારીમંત્રી મુળુભાઈ બેરા અને પ્રભારી સચિવ અનુપમ આનંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર બે દિવસથી સતત કાર્યરત છે. એસડીઆરએફ, આર્મી અને એરફોર્સની મદદથી લોકોનું રેકસ્યું કરવામાં આવી રહ્યું છે. ગઇકાલ તા.૨૭ ઓગસ્ટના રોજ પણ અલગ અલગ બે લોકેશન પરથી એરફોર્સ દ્વારા લોકોને એરલીફ્ટ કરવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમ દ્વારા પણ ૪૦ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.  

આજ રોજ વિભાપર અને નથુવડલા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા ૨૪ જેટલા લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આર્મીની બે ટીમ જામનગર જિલ્લામાં કાર્યરત છે. રાજકોટથી આર્મીની એક ટીમ અને એનડીઆરએફની એક ટીમની મદદ લેવામાં આવી છે. જે લગભગ સાંજ સુધીમાં પહોંચી જવાની શક્યતાઓ છે. કોર્પોરેશન વિસ્તારમાં પણ ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા લોકોનું સતત રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કુદરતી આફતને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment