હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
જામનગરમાં વસઈ ગામથી આગળ દ્વારકા તરફ જતા રોડ તરફ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્વીફ્ટ ગાડીમાં બે માણસો તણાયા હોય તેવા સમાચાર જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમને મળ્યા હતા.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.લગારીયા, એ.એસ.આઈ. દિલીપભાઈ તલાવડીયા, હેડ કોસ્ટેબલ કાસમભાઈ બ્લોચ તથા ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સમય સૂચકતા વાપરીને ક્રેન બોલાવવામાં આવી હતી. તથા ગ્રામજનોની મદદથી ધસમસતા પાણીમાં દોરડાના સહારે જીવના જોખમે રેસકયુ ટીમ મેમ્બર્સ દ્વારા કલ્પેશભાઈ પરસોતમભાઈ જગતીયા અને પઢીયાર વિવેકભાઈ રશ્મિનભાઈનું રેસ્ક્યુ કરીને અમૂલ્ય માનવ જિંદગી બચાવી લેવામાં આવી હતી.