ડીસાના રાજપુર વ્હોળા વિસ્તારમાં યુવકની હત્યા, પોલીસ દ્વારા હત્યારાની ધરપકડ

હિન્દ ન્યુઝ, ડીસા

     ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમાં આવેલા લોધા સમાજના સ્મશાનમાં મોડી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી. બે નશેડી યુવકો અંદર ઝઘડતા આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ડીસા શહેર – દક્ષિણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમા છેલ્લા કેટલાય સમયથી રહેતો અને એકલવાયું જીવન જીવતો સુરેશકુમાર બાબુભાઈ લોધા અવારનવાર મોડી રાત્રે નશાની હાલતમાં લોધા સમાજના સ્મશાનમાં પડ્યો રહેતો હતો. જેમાં ગઈકાલે પણ મોડી રાત્રે સુરેશ સ્મશાનમાં હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતો સતીષ ભોગીલાલ લોધા પણ ત્યાં પહોંચ્યો હતો. બંને જણ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં સતીષે કોઈ બોથડ પદાર્થ મારી સુરેશની હત્યા કરી હતી. આ બનાવની જાણ થતા મોડી રાત્રે લોકોના ટોળેટોળા લોધા સમાજના સ્મશાનમાં ઉંમટી પડ્યા હતા. જ્યારે ડીસા શહેર દક્ષિણ પીઆઇ.કે.બી.દેસાઈ સહિત પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી હતી. જ્યારે હત્યા કરનાર સતીષ લોધાની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : મુસામીયા ચાવડા, પાલનપુર


https://hindnews.in/?p=42757

રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

તંત્રીશ્રી : ડૉ સીમાબેન પટેલ

 

Related posts

Leave a Comment