મહિને ૬ થી ૭ હજારનો વિજળી ખર્ચ ચૂકવતાં અરૂણભાઈ માટે આજે સોલાર રૂફટોપના યોજના બની આશિર્વાદરૂપ

હિન્દ ન્યુઝ, આણંદ

     ‘‘મારા ત્રણ રૂમ – હોલ – કિચન ધરાવતાં મકાનમાં પહેલા બે એ.સી., લાઈટ, પંખા સહિતના વીજ ઉપકરણોના વપરાશના કારણે મારે દર મહિને અંદાજિત ૬ થી ૭ હજારનું વિજળી બીલ ચૂકવવું પડતું હતુ, પરંતુ જયારથી મે મારા ઘર ઉપર સોલાર પેનલ લગાવી છે ત્યારથી મારા ઘરના વીજ બીલ વપરાશ માટે મારે એક નવો પૈસો પણ ચૂકવવો પડયો નથી. એટલું જ નહી પરંતુ આજે સોલાર પેનલના કારણે મને દર બે મહિને ૧૮૦૦ રૂપિયા જેટલી આવક મળતી થઈ છે.’’ આ શબ્દો છે આણંદના વ્યાયામા શાળા રોડ પાસે આવેલ મારૂતિ ધ્યાન એપાર્ટમેન્ટમાં રહેતાં ૮૩ વર્ષના અરૂણકુમાર ચંપકલાલ ધ્યાનીના.

        પાંચ વ્યક્તિનો પરિવાર ધરાવતાં ૮૩ વર્ષિય અરૂણદાદાએ તેમના મકાનની છત ઉપર ૪.૩૨ કિલો વોટની સોલર રૂફટોપ ફીટ કરાવી છે. જેના કારણે તેમને વીજ બિલની ઝંજટમાંથી મુક્તિ મળી છે. એટલું જ નહી પરંતુ આ યોજના થકી તેમને આવકનો નવો સ્ત્રોત ઉભો થયો છે…!

        સોલાર રૂફટોપ યોજનાથી થયેલ લાભની વાત કરતાં અરૂણભાઈ ધ્યાની કહે છે કે, ઉનાળાના સમયમાં મારા ઘરના વિજવપરાશનું વિજળીબીલ શૂન્ય આવે એ વાત તમે માની નહી શકો પરંતુ એ વાત સાચી છે. આ યોજનાના કારણે આજે મારા વીજ બીલનો ખર્ચ સદંતર બંધ થઈ ગયો છે.

        અરૂણભાઈ જણાવે છે કે, આ યોજના અંતર્ગત મારા ઘરની છત પર ૪.૩૨ કિલોવોટની ક્ષમતા ધરાવતાં સોલાર પેનલ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. સોલાર પેનલ ઈન્સ્ટોલ કર્યા બાદ પ્રથમ બે મહિનાનો મારો વીજ વપરાશ ૬૨૧ યુનિટ થયો હતો. જેની સામે આ સમયગાળા દરમિયાન સોલાર પેનલ થકી વિજ વપરાશ કરતાં અનેક ગણા વધુ યુનિટનું ઉત્પાદન થતાં આ સમયનું મારૂ વિજ બિલ શુન્ય આવ્યું હતુ, એટલું જનહી પરંતુ વધુ વીજયુનિટના ઉત્પાદનના કારણે મારા ખાતામાં રૂપિયા ૧૮૭૭ જેટલી રકમ જમા થશે. જે મને નાણાંકિય વર્ષના અંતમાં માર્ચ માસમાં મળશે.

        સોલર પેનલ માટે અરૂણભાઈએ http://pmsuryaghar.gov.in પોર્ટલ પર અરજી કરી હતી. જે અન્વયે મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા ભૌતિક ચકાસણી કરી, અરૂણભાઈના ઘરના વીજ વપરાશને ધ્યાને લઈને તેમને ૩ કિલોવોટથી વધુનો સોલાર પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવા જણાવતાં અરૂણભાઈ દ્વારા તેમના મકાન ઉપર ૪.૩૨ કિલોવોટના પાવર પ્લાન્ટ ઈન્ટોલ કરવા માટે જણાવતાં એમ.જી.વી.સી.એલ. દ્વારા તે મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.

        અરૂણભાઈએ તેમના ઘર ઉપર સોલર પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવા માટે રૂપિયા ૨.૩૦ લાખ જેટલી રકમની ચૂકવણી કરી હતી. જેના સામે રૂપિયા ૭૮,૦૦૦ જેટલી રકમની સબસીડી પણ મળી હતી. જે તેમના એકાઉન્ટમાં ડીબીટીના માધ્યમથી સીધી જ જમા કરવામાં આવી હતી.

        નોંધનિય છે કે, સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ આ સોલર રૂપટોપ યોજના લોકો માટે આશિર્વાદરૂપ બનવાની સાથે ભાવી પેઢીને શુધ્ધ પર્યાવરણની ભેટ આપવામાં નિમિત્ત બની રહી છે.


Advt.

 

 

Related posts

Leave a Comment