હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગરની ગીર સોમનાથ જિલ્લા ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા ઘરની આજુબાજુની ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર કરવા માટે રૂપિયા પાંચના ટોકન ભાવે વિવિધ શાકભાજીના બિયારણોના પેકેટ તથા ખાતરના પેકેટનું વિતરણ કરવામાં આવે છે.
ગ્રામ્ય તેમજ શહેરીજનોના કુટુંબના સભ્યોની જરૂરિયાત પ્રમાણે હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે ઉંગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કિચન ગાર્ડન)નું આયોજન કરવું એ આજના સમયની માંગ છે.
જિલ્લા ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ઘર આંગણે ઉગાડી શકાતા શાકભાજી અંગે માર્ગદર્શન તેમજ સાહિત્ય તેમજ, શહેરી બાગાયત વિકાસ યોજના અંતર્ગત એક દિવસીય તાલીમ પણ આપવામાં આવે છે (જે અંતર્ગત શહેરીજનો ૨૦ થી ૫૦નું ગ્રુપ બનાવી તાલીમ લઈ શકશે) તો આ યોજનાનો લાભ લેવા માટે કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ વિનાયાક પ્લાઝા, ત્રીજો માળ, રાજેન્દ્રભુવન રોડ, વેરાવળનો (૦૨૮૭૬-૨૪૦૩૩૦) સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
Advt.