હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લાના યુવાનો આર્મીમાં ભરતી થાય તે માટે આર્મી રિક્રૂટિંગ ઓફિસ-જામનગર દ્વારા તા.૧૧/૦૭/૨૦૨૪ થી તા.૨૦/૦૭/૨૦૨૪ દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન થશે. જેમાં જિલ્લાના યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીના તમામ તબક્કાઓ ઉત્તીર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય તેવા હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ દ્વારા ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગ યોજાશે. આ તાલીમમાં જોડાનારા યુવાનોને અસરકારક શારીરિક અને માનસિક કસોટીની તૈયારી સાથે રહેવા અને જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને નિયત સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. આ તાલીમવર્ગમાં ધોરણ ૧૦ પાસ કે તેથી વધુનું શિક્ષણ તેમજ ઉમેદવારની ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને શારીરિક અને માનસિક સક્ષમ ઉમેદવાર જ આ તાલીમવર્ગમાં અરજી કરી શકશે.
નિવાસી તાલિમ અંગેનું અરજી ફોર્મ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ ખાતેથી વિનામુલ્યે મેળવી જરૂરી સાધનિક કાગળો સાથે અરજી ૬ દિવસમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ ખાતે મોકલવાની રહેશે. અરજી પત્રક તથા ધોરણ ૧૦ ની માર્કશીટ, શાળા છોડ્યાનાં પ્રમાણપત્ર અને આધારકાર્ડ તમામની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ નંગ-૨, બેંક પાસબુકની નકલ તેમજ એન.સી.સી.નું પ્રમાણપત્ર ધરાવતા હોય તો તેની નકલ તથા અન્ય સાધનિક કાગળો અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે.
વધુમાં એપ્રિલ-૨૦૨૪માં યોજાયેલ અગ્નિવીરની લેખિત પરિક્ષામાં પાસ થયેલા અને એડમીટ કાર્ડ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આ૫વામાં આવશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ટેલિફોન નંબર ૦૨૮૭૬-૨૮૫૦૪૧નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું.
Advt.