જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરએ જરૂર જણાય ત્યાં સાઇનેજીસ લગાવવા, સ્પીડ લીમિટ બાબતે સૂચિત કરતા બોર્ડ લગાવવા, સ્કૂલોના બાળકોને લઈ જતાં વાહનોનુ ચેકીંગ હાથ ધરવા તથા લોકોની સલામતી જળવાઈ રહે તે માટે હેલ્મેટ ન પહેર્યા હોય અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી વધુ સક્રિય રીતે હાથ ધરવા તાકીદ કરી હતી.આ ઉપરાંત જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરવા જરૂરી સુચનો કર્યાં હતાં

આ બેઠકમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીએ સ્ટ્રેટેજીક એકશન પ્લાન ૨૦૨૩-૦૨૪ અંતર્ગત સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીનો અહેવાલ તેમજ સ્ટ્રેટેજીક એકશન પ્લાન ૨૦૨૪-૦૨૫ અંગે ચર્ચા કરી હતી.

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેકટર એન. ડી.ગોવાણી, આર. ટી. ઓ. ઓફિસર આઈ. એસ. ટાંક, મોટર વેહિકલ ઇન્સ્પેકટર એન. એસ. કડીયા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Advt.

 

Related posts

Leave a Comment