લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આવતીકાલે મત ગણતરી કેન્દ્ર ખાતે કવરેજમાં આવનાર પત્રકારો માટે ખુબજ જરૂરી સૂચનાઓ

હિન્દ ન્યુઝ, જામનગર 

     આવતીકાલ તા.૪ જૂનના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પત્રકાર મિત્રોએ પોતાની સંસ્થાના અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી જે પાસ માહિતી કચેરી થકી આપવામાં આવ્યા છે તે પાસ ફરજિયાત સાથે રાખવાના રહેશે.

જે પત્રકાર મિત્રો કવરેજ માટે આવી રહ્યા છે તેમના માટે હરિયા કોલેજ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીડિયા રૂમ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ટીવી અને ડેટા ટ્રાન્સફર કે અન્ય કામગીરી માટે કોમ્પ્યુટર રાખવામાં આવ્યું છે. ટીવી સ્ક્રીન મારફતે ઓનલાઈન આંકડાઓ જોઈ શકાશે.

માત્ર અને માત્ર મીડીયા રૂમમાં જ પત્રકાર મિત્રો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે. મીડીયારૂમની બહાર લોબીમાં કે કાઉન્ટીંગ હૉલ પર મોબાઈલ પ્રતિબંધિત છે જેની ખાસ નોંધ લેવી.

જીલ્લા માહિતી કચેરી દ્વારા પત્રકારોને દર કલાકે વિધાનસભા મત વિસ્તાર દીઠ આંકડાઓની માહિતી શક્ય તેટલી જલ્દી પૂરી પાડવામાં આવશે.

જે જગ્યાઓ પર મત ગણતરી થઈ રહી છે એટલેકે કાઉન્ટીંગ હોલમાં પત્રકારો પ્રવેશ કરી શકશે નહિ. જે પત્રકારો પાસે વીડિયો કેમેરા હશે માત્ર તેઓને જ કાઉન્ટીંગ હૉલ ખાતેના ફૂટેજ લેવા દેવામાં આવશે. વિડીયો કવરેજ કાઉન્ટીંગ હૉલની અંદર નિયત કરેલ પ્રેસ મીડિયા લાઇનની મર્યાદામાં રહીને જ કરી શકાશે.માહિતી કચેરીના કર્મચારીઓ સાથે આવીને પત્રકારોને ફૂટેજ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા કરશે. મોબાઈલ મારફતે વિડીઓગ્રાફી અને ફોટોગ્રાફી કરી શકાશે નહિ. તેમજ ટ્રાઈપોડ કે કેમેરા સ્ટેન્ડનો ઉપયોગ કરી શકાશે નહિ. માહિતી કચેરી દ્વારા પણ વિડીયો ફૂટેજ અને ફોટાઓ પત્રકાર મિત્રોને સમયાંતરે પૂરા પાડવામાં આવશે.

પત્રકાર મિત્રો માટે સવારે ચા-નાસ્તો અને બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું કૂપન આવતીકાલે મત ગણતરી કેન્દ્ર પર આપી દેવામાં આવશે.

આ સિવાય ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપવા પત્રકાર મિત્રોને વિનંતી છે.


Advt.

 

Related posts

Leave a Comment