રાજકોટ શહેરમાં પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાના બહાને ૭૫ લાખનું ફુલેકુ ફેરવનાર શખ્સ ઝડપાયો

રાજકોટ,

 

રાજકોટ શહેરમાં આવેલા શિવમ પાર્કમાં રહેતા પૂજાબેન કિરણભાઇ ભાલોડીયાએ ૨૫ દિવસ પૂર્વે જુનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા અને મેંદરડાના દાત્રાણામાં પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા દિપક મુંગટભાઇ ભટ્ટ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી કે દિપક ભટ્ટએ રાજકોટ પોસ્ટ ઓફિસમાં કાયમી ઓર્ડર અપાવી નોકરી પર લગાડી દેવાની લાલચ આપી પૂજાબેન ભાલોડીયા તેમના પતિ કિરણભાઇ ભાલોડીયા અને તેમના જેઠ સહીતના સંબંધીઓ પાસેથી રૂ.૧૯ લાખ લઇ છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. દિપક રાજકોટમાં ભોગ બનનારના ઘરે પૈસા લેવા આવ્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમે સામાન્ય નાગરિકની જેમ વેશ પલ્ટો કરી દિપકને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે ઉમેદવારના અસલ તથા ઝેરોક્ષ ડોક્યુમેન્ટ, પાસપોર્ટ સાઈઝના ફોટા તથા અલગ અલગ વ્યક્તિના નામના પોસ્ટ ડિપાર્ટમેન્ટના લેટર પેડ પરના ડમી ઓર્ડરો અને ૧ લાખ રોકડ રકમ કબ્જે કરી હતી. દિપક ભટ્ટ મેંદરડાના દાત્રાણાની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવે છે. તેણે જૂનાગઢ અને રાજકોટના ૫૦ થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી ૭૫ લાખ રૂપિયા પડાવી લીધા છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

 

Related posts

Leave a Comment