ભાવનગરના પાલીતાણા ખાતે મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકોની ભરતી કરવા માટેનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, ભાવનગર

         પાલીતાણા તાલુકામાં નીચે જણાવેલ પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકોની જગ્યા ખાલી પડેલ છે.

(૧) ૧૧- જુના લોંઇચડા (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન)
(૨) ૨૧- લાખાવાડ (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન)
(૩) ૨૬-સોનપરી (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન)
(૪) ૩૬-હાથસણી (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન)
(૫) ૪૫-જીવાપુર (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન)
(૬) ૫૧-ચાંડા (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન)
(૭) ૫૨-લીલીવાવ (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન)
(૮) ૬૯- બહાદુરગઢ (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન)
(૯) ૮૨- બોદાનાનેસ (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન)
(૧૦) ૧૦૧-ભુતીયા (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન)
(૧૧) ૧૦૩-ઘેલાપરા (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન)
(૧૨)૧૦૪- વિઠલવાડી (જાહેરાતનો બીજો પ્રયત્ન)
(૧૩)૧૦૫-ભુતડીયા (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન)
(૧૪) ૧૧૩- મોટી પાણીયાળી (વાડી) (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન)

            ઉક્ત ખાલી કેન્દ્રો પ ર સંચાલકોની ઉચ્ચક માનદવેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂંક કરવાની હોવાથી ભરતી માટે અરજફોર્મ મંગાવવામાં આવે છે.
(૧) આ અંગેનું નિયત અરજીફોર્મ મધ્યાહ્ન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, પાલીતાણા ખાતેથી તા.૨૧/૦૬/૨૦૨૩થી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) મળી શકશે.

(૨) અરજીફોર્મ સંપૂર્ણ ભરી આધારો સાથે તા.૦૫/૦૭/૨૦૨૩ (કચેરી સમય દરમિયાન) સુધીમાં મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, પાલીતાણાને મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૦૫/૦૭/૨૦૨૩ના રોજ કચેરી સમય બાદ મળેલ અરજી તેમજ અધુરી, અસ્પષ્ટ કે આધાર-પુરાવાઓ વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.

(૩) સંચાલક તરીકે નિમણૂંક મેળવવા ઉમેદવાર એસ.એસ.સી પાસ કે તેની સમકક્ષ લાયકાત ધરાવતાં હોવા જોઇશે તથા ઉમેદવાર જે- તે ગામના વતની હોવા જોઇશે.

(૪) સંચાલક તરીકે નિમણૂંક પામનારની લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષની તથા મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની હોવી જોઇએ.

(૫) લાયકાત ઠરાવમાં વિધવા ત્યક્તા તથા મહિલાઓને નિમણૂંકમાં અગ્રતાક્રમ આપવામાં આવશે જે મામલતદાર, પાલીતાણા ની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment