ઝાલોદ તાલુકા માં ફુલપુરા ગામે રાસન કિટ વિતરણ કરવામાં આવી….

ઝાલોદ,

કોરોના ની વેશ્વિક મહામારી માં નિરાધાર, શ્રમિક તેમજ ગરીબ લોકો ને અન્નદાતા બની સેવા આપી. જેમાં ઝાલોદ તાલુકા માં ફુલપુરા ગામે રાસન કિટ વિતરણ કરવામાં આવી, જેમાં જય આદિવાસી મહાસંધ ઝાલોદ તાલુકાના પ્રમુખ મારફતે રામપુરા, ઠુઠીકંકાસિયા, મહુડી અને ફુલ પુરા ગામના વિધવા બેહનો ને તથા જમીન વિહોણા અને ગરીબ નિરાધાર લોકો ને કોરોના વાયરસ ની મહામારીમાં કીટનું  વિતરણ કરવામાં આવ્યુ, વિતરણમા ચોખા, ખાંડ, ચણા,દાળ,મગ,ચા, હલદર, મરચું, મીઠું,એક કિલોગ્રામ તેલ, નાવા-કપડાં ધોવા નાં સાબુ તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ

ઝાલોદ તાલુકામાં કુલ ત્રણસો કીટ સર્વે કરેલ લાભાર્થીઓને મળશે. જય આદિવાસી મહાસંધ ઝાલોદના પ્રમુખ હવસિગભાઈ કે ભુરીયા (ફુલપુરા) હસ્તકે વિતરણ ની શરૂઆત કરવામાં આવી.

 

રિપોર્ટર : મુકેશભાઈ ખોડ, ઝાલોદ

Related posts

Leave a Comment