ભાવનગર સમરસ કુમાર છાત્રાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો તેમાંથી વિજેતા ટીમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગર ખાતે છાત્રાલયના વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત કુશળતા ને રસરૂચી મુજબ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશ્રયથી સમાજ કલ્યાણ અધિકારી એમ.કે.રાઠોડ દ્વારા છાત્રાલય ના ગ્રાઉન્ડમાં જ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધ્યક્ષ પી.વી.સાવલિયા (નાયબ નિયામક અ .જા.) તથા વી.સી.વસાણી (સ.ક.છા.ભાવ) ઉપસ્થિત રહ્યા હતા.

આ ટૂર્નામેન્ટમાં વિધાર્થીઓની કુલ ચાર ટીમ પૈકી એક ટીમ વિજેતા બનતા તેઓના પ્રોત્સાહન ભાગરૂપે “પ્રમાણપત્ર” આપવામાં આવેલ વિધાર્થીઓમાં રહેલ ખેલદિલીની ભાવનાથી ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.

Related posts

Leave a Comment