હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જીલ્લાના અનુસુચિત જાતિના ખેડુતોને બાગાયત ખાતા દ્વારા અનુસુચિત જાતિના ખેડુતોને વિનામુલ્યે શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઇનપુટ કીટસ આપવાની યોજના નાણાકીય વર્ષ:૨૦૨૩-૨૪માં અમલમાં છે, આથી શાકભાજીનું વાવેતર કરતાં કે વાવેતર કરવા માંગતા અનુ.જાતિના ખેડુતોએ ૦.૧૦ હેકટર સુધીના વિસ્તાર માટે એક કીટસ એવી ૨૦૦૦ રૂપિયાના મુલ્યની હાઇબ્રીડ બિયારણ સાથેની ઇનપુટ કીટ્સ વિનામુલ્યે મેળવી શકશે, તેમજ તે માટે અરજદારોના નામોની નોંઘણી ૭/૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ અને અનુ.જાતિના પ્રમાણપત્ર સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર ખાતે તા.:૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં નોંધાવાની રહેશે.
આ ઉપરાંત અનુસુચિત જાતિના ખેડુતોને રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ આઇ-ખેડુત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે સાધન સહાય તથા સબસીડી આપવામાં આવે છે. વિવિધ ૧૦૧ જેટલી બાગાયતી યોજનાના લાભ લેવા માંગતા ભાવનગર જીલ્લાના અનુ.જાતિના ખેડુતોઓએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) મારફતે તા.:૨૨/૦૪/૨૦૨૩ થી તા.:૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં અરજી કરી ઓનલાઇન અરજીની નકલ (સહીવાળી) તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે, ૭/૧૨, ૮-અની નકલ, આધારકાર્ડ ઝેરોક્ષ, બેંક પાસબુકની નકલ સહિતની અરજીની દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે કચેરી ફોન નં.: ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરી શકાશે તેમ નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.