રાજકોટ શહેરમાં આજથી હોટેલ, રેસ્ટોરન્ટ અને મોલ ફરી ધમધમશે. મોલમાં મર્યાદિત પ્રવેશ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૮.૬.૨૦૨૦ ના રોજ રંગીલા રાજકોટના મોલ, રેસ્ટોરન્ટ લોકોની કિલકારીઓ જોવા મળશે. પરંતુ લોકો સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે મોલમાં મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે અને હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવાના બે ટેબલ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવામાં આવશે. કોરોના પછી હોટેલમાં ચેકઈન માટે ફોર્મ ભરવાથી લઈને ડોક્યુમેન્ટ સબમિટ કરવાની બધી જ કામગીરી ઓનલાઈન થશે. ઓળખ પ્રૂફ તરીકે આપવાના થતા ડોક્યુમેન્ટ વોટ્સએપ કે મેલમાં આપવાના રહેશે. બને ત્યાં સુધી પેમેન્ટ ઓનલાઈન કરવાનો આગ્રહ રાખવામાં આવશે. તેમજ જ મોલમાં ૧૦૧ જ લોકોને પ્રવેશ અપાશે. ૨૫ મિનિટમાં ખરીદી કરીને બહાર નીકળી જાય તેવો નિયમ નક્કી કર્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment