ભાવનગરમાં જ્ઞાનમંજરી શાળામાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર શહેરમાં જ્ઞાનમંજરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સવારે ૧૧-૦૦ કલાકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વર્ચયુલ જોડાઈને પરીક્ષા સંદર્ભે સીધો સંવાદ કર્યો હતો.

આ કાર્યક્રમનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની તમામ શાળાઓમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના પ્રશ્નોના સરળ, સચોટ અને પ્રેરણાદાયક ઉત્તર આપ્યા હતા. આ સંવાદમાં ક્રિકેટના રસપ્રદ ઉદાહરણો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિધ્યાર્થીઓને લઘુતા ગ્રંથિ, માઇક્રો વ્યવસ્થાપન, લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, કૌશલ્ય વ્યવસ્થાપન, સમય વ્યવસ્થાપન, સ્માર્ટ હાર્ડ વર્ક, લક્ષ્ય સિદ્ધિ, આત્મ સંદેહ, આલોચના, ટીકાઓ, પ્રતિભા જેવા અનેક રસપ્રદઃ વિષયો પર વાતચીત કરી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ ભરી આંતરસૂઝથી વિદ્યાર્થીઓને વેષ્ઠિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપા પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન રાજદીપસિંહ જેઠવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યઓ હરેશભાઇ વઘાસીયા, નિકુંજભાઈ મેહતા, નિતીનભાઇ વેગડ, જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ વ્યાસ, શાસનાધીકારી મુંજાલભાઈ બડમલીયા, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદેદાર તરૂણભાઈ વ્યાસ તથા જ્ઞાનમંજરી શાળાના ટ્રસ્ટ્રીઓ, આચાર્યઓ અને શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment