હિન્દ ન્યુઝ, ભુજ
નખત્રાણા તાલુકાના મંજલ ખાતે આવેલ પુંઅરેશ્વર મહાદેવ મંદિરનો જીણોદ્ધાર વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી લોકોની લાગણી અને ભાવના હતી કે આ સદીઓ જૂના શિવાલયનો જીર્ણોદ્વાર કરવામાં આવે ત્યારે આ લાગણી અને માંગણીને ધ્યાને રાખી સરકાર દ્વારા જીર્ણોદ્વાર કરવામાં આવી રહ્યો છે તેનાથી હું ખૂબ જ ધન્યતા અનુભવું છું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના ખૂણે ખૂણામાં યાત્રાધામોનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે પુંઅરેશ્વર મહાદેવ મંદિરને પણ યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ તકે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતુ કે, મહંતશ્રી શંકરાનંદ ગિરીની હાજરીમા પુઅરેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે ત્યારે ખૂબ જ ધન્યતા અનુભવું છું. આ ભારતવર્ષનું પૌરાણિક મંદિર છે અને દેશના વિકાસની સાથે સાથે વિરાસતની પણ જાળવણી કરવામાં આવી રહી છે ત્યારે હું સરકારનો ખુબ ખુબ આભારી છું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન કરશનસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઈ પટેલ, નખત્રાણા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન લીલાબેન મહેશ્વરી, તરા સરપંચ બટુકસિંહ જાડેજા, દેવપર સરપંચ કસ્તુરબેન ગરવા, સદસ્ય ગોરધનભાઈ, સર્વ અગ્રણી બાબુભાઈ ચોપડા, ભારતભાઇ ગંભીરસિંહ જાડેજા, નવીન ભૂવા, પરસોતમભાઈ વસાણી, સામતભાઈ મહેશ્વરી, ખેંગારભાઈ રબારી, ભીમજીભાઈ જોધાણી, જયાબેન પટેલ, પુરાતત્વ વિભાગના ઇજનેર ભારત શાહ, તેમજ અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.