હિન્દ ન્યુઝ, રાધનપુર
રાધનપુર મેન બજારમાં બસ ડેપો થી પટણી દરવાજા સુધી કાદવ કિચડ ખાડા અને ગંદકીના કારણે વેપારીઓ ત્રાહિમામ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેન બજારમાં બસ સ્ટેન્ડ થી પટણી દરવાજા સુધી કાદવ કિચડ ખાડા અને ગંદકીના કારણે વેપારીઓ ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે તેને લઈને આવેદનપત્ર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.વેપારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી નાયબ કલેકટર કચેરી ખાતે રામધૂન બોલી વિરોધ દર્શાવવામાં આવશે તેમજ રાધનપુર બજારમાંથી ગંદકી દૂર કરવાની માગણી સાથે રાધનપુર વેપારી એસોસિયન દ્વારા આવેદનપત્ર આપી માંગણી રજૂ કરાશે એવું જણાવ્યું હતું.
રાધનપુર શહેર માં વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે બજારની અંદર કાદવ કીચડ અને ગંદકીને લઈ ને વેપારી ખુબજ પરેશાન છે.રાધનપુર સહેર માં મેન બજાર માં ખાડા ટેકરા તેમજ ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મેન બજાર માં ગટર ઉભરાઈ રહી છે એકબાજુ ખાડા ટેકરા રોડ રસ્તા ખરાબ હોય વેપારીઓ તેમજ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
રાધનપુર માં ગટર અને અન્ય કામગીરીના કારણે ગંદા પાણી બજારમાં ફરી વળતાં વેપારીઓ, શહેરીજનો ત્રાહિમામ વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
