હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના વારાહી ખાતે (પી.એસ.આઇ) એચ.એલ.જોશી ને વારાહી પોલિસ સ્ટેશન માં મૂકવા લોક માંગ ઉઠવા પામી છે.ત્યારે લોદરા ગામ સરપંચ સહિત સ્થાનિક લોકો દ્રારા બનાસકાંઠા જિલ્લાના PSI તરીકે ફરજ બજાવતા H.L.જોષીને પાટણ જિલ્લાના વારાહી પોલીસ સ્ટેશનમાં મૂકવા માટે રેન્જ IG J.R.મોથલીયા અને બનાસકાંઠા SP. અક્ષરાજ મકવાણા ને પત્ર લખી લેખિત માં માગણી કરી.
આમ તો કેટલાક અધિકારીઓ ની છબી સ્વચ્છ, નીડર અને આરોપીઓ પ્રત્ય કડક વલણ અપનાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓ ની માંગ દરેક જગ્યાએ જોવા મળતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા PSI.H.L.જોષી ની પણ આવાજ એક અધિકારી આવતા ફરી પાટણ જિલ્લાના વારાહી પોલીસ સ્ટેશનમાં મુકવા માટે લોદરા ગામ સરપંચ સહિત તમામ લોકોની માંગણી સાથે રેન્જ IG સાહેબ અને બનાસકાંઠા SP સાહેબ ને પત્ર લખી માંગ કરી છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર