હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ આવાસ યોજનાઓના ડ્રો થયા બાદ કેટલાક આસામીઓએ મહાનગરપાલિકા દ્વારા વિવિધ માધ્યમોથી અવારનવાર જણાવવામાં આવ્યા પછી પણ હજુ સુધી આવાસના કેટલાક બાકી હપ્તાઓની ચૂકવણી નથી કરી, આવા આસામીઓને દિવસ-૭માં હપ્તાની ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવેલ છે.
જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત GHTC-I (લાઈટ હાઉસ પ્રોજેક્ટ) માં ૩૨૭ લાભાર્થીઓને આવાસના બાકી હપ્તાની રકમની ભરપાઈ કરી તેની નકલ આવાસ યોજના વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, ડૉ આબેડકર ભવન, રૂમ નંબર-૨, બીજો માળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે. જો દિન-૭મા આવી બાકી રકમ ભરપાઈ કરવામાં કસુર થશે તો નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. મુદત સમય બાદ કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવેલ છે.