હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરના આંગણે આવતીકાલે રાત્રે-૮૦૦ કલાકે ચિત્રા ખાતે આવેલાં ઓમ પાર્ટી પ્લોટ ખાતે ‘શક્તિઆરાધના ધર્મોત્સવ’ ના નામે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી આર.સી. મકવાણા સહિતના સાધુ સંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે.
આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, ભાજપ પ્રદેશ ઉપાઘ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા,પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબેન દાણીધારીયા સહિતના રાજકીય મહાનુભાવો અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે , ભાવનગર એસ.પી. ડો. રવિન્દ્ર પટેલ, રાજકોટ (ગ્રામ્ય) એસ.પી. જયપાલસિંહ રાઠોડ, ભાવનગર એ.એસ.પી સફીન હસન સહિતના અધિકારીઓ સાથે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
આ કાર્યક્રમમાં ભવ્ય ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણીનું આયોજન કરાયું છે. દેવી આરાધક સેવક સમૂદાય આયોજિત આ કાર્યક્રમ ભાવનગર શહેરના ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. જેમાં હિન્દુ સનાતન ધર્મના ધર્મધુરંધર સંતો મહંતો ધર્મસભાને સંબોધશે. ત્યારબાદ આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિતજીનો અભિવાદન સમારોહ અને આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર માયાભાઈ આહિર અને લોકપ્રિય યુવા લોકગાયક પરેશદાન ગઢવીનો સંતવાણી કાર્યક્રમ યોજાશે.
ધર્મસભામાં ગોરખનાથ આશ્રમ જૂનાગઢના મહંત અને હિન્દૂ હૃદયસમ્રાટ શેરનાથજીબાપુ ગુરુ ત્રિલોકનાથજી બાપુ , શ્રી ૧૦૦૮ ખોડિયાર પીઠાધિશ્વર એવમ્ મહામંડલેશ્વર પૂ.ગરીબરામબાપુ (નાની ખોડિયાર, વરતેજ), શ્રી૧૦૦૮ અંબિકા પીઠાધિશ્વર એવમ્ મહામંડલેશ્વર પૂ. રમજુબાપુ (શ્રીઅંબિકા આશ્રમ, સાંગાણા), મહંત પૂ. આત્માનંદ સરસ્વતીજી (શ્રી ભજનાનંદ આશ્રમ, બોટાદ), શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરશ્રી પૂ.જીણારામબાપા (શ્રી બા સાહેબની જગ્યા, સિહોર), મહંત પૂ. રામચંદ્રદાસજી બાપુ (તપસીબાપુની વાડી, ભાવનગર), મહંતશ્રી પૂ. રામબાપુ (શ્રી ઠાકર મંદિર, બાવળિયાળી ધામ),મહંતશ્રી પૂ. નીરૂબાપુ (શ્રી દાનેવ આશ્રમ,સણોસરા ),મહંતશ્રી પૂ. રવુબાપૂ (શ્રી વાંકીયા હનુમાન આશ્રમ, આંબલા) ,મહંત શ્રી ધોકારામ બાપુ શ્રી ગણેશ આશ્રમ, સિહોર),મહંત શ્રીરામદાસ બાપુ(શ્રી ઓમનાથ મહાદેવ,ચૌદ નાળા,ભાવનગર),શ્રી અવધીશાનંદ ભારતી બાપુ (શ્રી મામાપીરની જગ્યા, સુખપર), મહંત શ્રી વિલાસગીરીબાપુ શ્રી પડઘલિયા મહાદેવ, હાથબ) ઉપસ્થિત રહી આશિર્વચન આપશે અને ધર્મસભાને સંબોધિત કરશે.
ધર્મસભા બાદ વિશ્વ શાંતિ અને લોક કલ્યાણ અર્થે ૪૧ દિવસ સુધી સતત મહા હોમાત્મક અને અનુષ્ઠાન કરનાર શક્તિ ઉપવાસક એવમ્ આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિતજીનો અભિવાદન સમારોહ યોજાશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર માયાભાઈ આહિર અને યુવા લોકપ્રિય ગાયક પરેશદાન ગઢવી સંતવાણી રેલાવશે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી