RFID ટેગીંગની કામગીરી શરૂ : બે દિવસમાં ૯૨ પશુઓને આર.એફ.આઈ.ડી. લગાવાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ

            રાજકોટ મહાનગરપાલીકા દ્વારા રાજકોટ શહેરમાં વસતા પશુપાલકોને પોતાની માલીકીની જગ્યામાં પશુઓ રાખવા માટે તથા રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલમાં પશુઓ રાખવા માટે પશુપાલકોને પરમીટ આપવામાં આવે છે.

         પરમીટ ધારક પશુપાલકોના નિયત રજીસ્ટર કરાવેલ પશુઓના કાયમિ ઓળખ માટે વિઝયુએલ ટેગ ઉપરાંત RFID લગાવી કાયમિ ઓળખ આપવાની થતી હોય, શહેરમાં વસતા પશુપાલકોનાં રજીસ્ટર કરાવેલ પશુઓને વિઝયુઅલ ટેગ+RFID ટેગીંગ કરી રાજકોટ મહાનગરપાલિકાની ઈ.ડી.પી. શાખા દ્વારા ઇન હાઉસ બનાવવામાં આવેલ સોફટવેરમાં પશુઓની વિગતની એન્ટ્રી કરી પશુપાલકોને પશુઓની વિઝયુઅલ ટેગ તથા RFIDની વિગતવાળી પરમીટ આપવામાં આવશે. RFIDથી પશુઓની ઓળખ કાયમી રહેશે.

પરમીટ ધારક પશુપાલકોનાં એનિમલ હોસ્ટેલનાં પશુઓને એનિમલ હોસ્ટેલ ખાતે તથા પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખવાની મંજુરી મેળવેલ પરમીટ ધારકોનાં પશુઓને જે-તે જગ્યાએ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી.નાં કર્મચારી/અધિકારી દ્વારા સંપર્ક સાધી RFID ટેગીંગ કરી આપવામાં આવશે.

તા.૦૧/૦૨/૨૦૨૨ થી RFID ટેગીંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તથા ૨ (બે) દિવસમાં ૯૨ પશુઓને આર.એફ.આઈ.ડી. લગાવવામાં આવેલ છે

Related posts

Leave a Comment