જામનગરમાં ગેંગનો આતંક, “રામનગર” બન્યુ ‘રજા નગર’ અને “બજરંગ ચોક” બન્યો ‘કાદરી ચોક’

હિન્દ ન્યુઝ, જામનગર

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દારૂ અને ડ્રગ્સ બાબતે સરાહનિય પગલા લેવામાં આવી રહ્યાં છે. પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતા અડ્ડાઓ સુધી તેઓની નજર પહોંચી નથી એમ જામનગરની મહિલાઓની રજૂઆત બાદ જણાય છે.

આજરોજ જામનગરના શંકર ટેકરી વિસ્તારના રહેવાસીઓ દ્વારા જામનગર ડી.વાય.એસ.પી.ને 10 પાના રજૂઆતના સોંપવામાં આવ્યા છે. ટૂંકમાં પોલીસને માહિતી રાખવી જોઈએ તે માહિતી રહેવાસી પીડિત લોકો દ્વારા આપવામાં આવી હતી. જેના કારણે જામનગર પોલીસ વિભાગ પર સવાલો પેદા થઈ રહ્યાં છે.

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રેહતા રહિશો દ્વારા આજે જામનગર પોલીસને શંકર ટેકરી વિસ્તારમાં વધતા દારૂ, ગાંજા અને ડ્રગ્સના વેપાર બાબતે અને તેના કારણે રહેવાસીઓની પીડા બાબતે વિસ્તૃત આવેદન આપવામાં આવ્યું. આવેદન આપવા માટે મોટી સંખ્યામાં વિસ્તારની મહિલાઓ ડી.વાય.એસ.પી. પાસે પહોંચી હતી. આ ગેંગ જામનગરને બાનમાં લઈ રહી છે. સ્થાનિકોની રજૂઆત મુજબ પૂર્વ નગરસેવક મરીયમબેન કાસમભાઈ ખફી તથા તેનો પુત્ર અનવર કાસમભાઈ ખફી, ઈકબાલ કાસમભાઈ ખફી, બાબુ કાસમભાઈ ખફી, પપ્પુ કાસમભાઈ ખફી તેમજ તેની ગેંગના લિયાકત ઉર્ફે લાલા સંધી, નાઝિર ઘોઘા ઉર્ફે નાઝલા, જાવિદ અલીભાઈ ઉર્ફે જાવલા, ઈમલા વેલ્ડરના છોકરા, જાવલા મંડી, ઈસલા, જુનિયા, ઈરફાન અઘોરી, આફ્રિદ જાવલાના ભાણેજ, અલ્તુળા, મોઈલા, મામદ હુસેન ખીરા, અનુબાપુ સહિતની મંડળી દ્વારા વિસ્તારમાં આતંક ફેલાવવામાં આવી રહ્યો છે. કથિત રીતે આ ગેંગ દ્વારા ગુન્હાઓ આચરવવામાં આવે છે અને સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લોકો પર ત્રાસ ગુજારવામાં આવે છે. ગેંગે પોતાના કેમેરા લગાવી શરૂ કર્યો કન્ટ્રોલ રૂમ વિસ્તારવાસીઓના કહેવા મુજબ વિસ્તારમાં આ કથિત ગેંગ દ્વારા પગારદાર છોકરાઓ રાખી ગુનાઓને અંજામ અપાઈ રહ્યો છે. એઠલું જ નહીં પણ શંકર ટેકરી વિસ્તારમાં પ્રાઈવેટ કેમેરા પણ ગેંગ દ્વારા લગાવવામાં આવ્યા છે અને મોનિટરીંગ રૂપ શરૂ કરાયો છે જ્યાંથી ગેંગના સભ્યોના મળતીયા દ્વારા પોલીસની હરકત પર નજર રાખવામાં આવે છે.

મહિલાઓ પર કરી રહ્યાં છે અત્યાચાર

આ સાથે જ મહિલાઓના શોષણ, પ્રેમજાળમાં ફસાવી શારીરીક સબંધો રાખી તેના વીડિયો બનાવવા અને બ્લેકમેઈલ કરી બળાત્કાર ગુજારવા જેવા ગંભીર આરોપો પણ વિસ્તારવાસીઓ દ્વારા કરવામાં આવ્યા છે.

પોલીસની હરકત પર રાખે છે ગુનેગારો નજર

વિસ્તારવાસીઓના કહેવા મુજબ આરોપીઓ વિસ્તારમાં દેશી-અંગ્રેજી દારૂ, ગાંજો તેમજ અન્ય ડ્રગ્સના પણ વેચાણ કરી રહ્યા છે. પોલીસના દરોડાથી બચવા માટે આ કથિત ગેંગ દ્વારા કેમેરા તેમજ ભાડુતી માણસો બેસાડવામાં આવ્યા છે. જે વિસ્તારમાં પોલીસના પ્રવેશતા વેંત જ ગેંગને જાણકારી આપી દેવાનું કામ કરી રહ્યા છે.

‘રામ નગર’ ને બનાવ્યું રજા નગર અને ‘બજરંગ ચોક’ બન્યો કાદરી ચોક

આવારનવાર આ ગેંગના સભ્યો દ્વારા વિસ્તારની મહિલાઓની છેડતી કરી પજવણી પણ કરવાનું વિસ્તારવાસીઓનું કહેવુ છે. ધાર્મિક રીતે ક્ટ્ટરતા પણ આ ગેંગ દ્વારા વિસ્તારમાં પ્રસરાવાઈ રહી હોવાનું કથન કરતા વિસ્તારવાસીઓ જણાવે છે કે, વર્ષો જુના “રામનગર” તરીકે ઓળખાતા વિસ્તારનું નામ બદલીને “રજાનગર” કરી દેવામાં આવેલ છે તેમજ ‘બજરંગ ચોક” આવેલ છે તે ચોકનું નામ ‘કાદરી ચોક’ કરી નાખવામાં આવેલ છે. બજરંગ ચોકના ટ્રસ્ટીએ આ મામલે વિરોધ નોંધાવતા તેમને પણ ગેંગ દ્વારા માર મારવામાં આવ્યો હતો.

350 મકાન સસ્તામાં પડાવ્યાનો પણ આરોપ

વિસ્તારમાં લુખ્ખા અસામાજીક તત્વોના અસહ્ય ત્રાસને કારણે વર્ષોથી વસવાટ કરતા લોકો હિજરત કરી રહ્યા છે. કથિત ગેંગ પાસે 350 જેટલા મકાનો હોવાનું પણ કેટલાક વિસ્તારવાસીઓ દ્વારા જણાવાયુ છે. આ મકાનો વિસ્તારમાં રહેતા લોકોને ડરાવી ધમકાવી અને ત્રાસ આપી હિજરત માટે મજબૂર કરી સસ્તા ભાવે પડાવ્યા હોવાનું વિસ્તારવાસીઓનું કથન છે. હવે વિસ્તારવાસીઓ પોતાના ન્યાય માટે આખરી આશરો કાયદાના શરણે પહોંચી પોલીસને રજૂઆત કરી રક્ષણ માંગી રહ્યા છે. જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે.

રિપોર્ટર : અંકિત ગંઢા, જામનગર

Related posts

Leave a Comment