કાણોઠી ગામમાં દુકાનદારના હાથમાંથી રૂ. 5 હજાર ઝુંટવી એક ઈસમ ભાગી જતાં ફરિયાદ નોંધાઈ

હિન્દ ન્યુઝ, સુઇગામ

સુઇગામ તાલુકાના કાણોઠી ગામના માનસેંગભાઈ નરભેરામભાઈ બ્રાહ્મણ ગામમાં આવેલ પોતાની દુકાનમાં બેસી આગળના દિવસનો હિસાબ કિતાબ લખી રૂપિયાનું મેળવણું કરતા હતા, ત્યારે દુકાન નજીક દરવાજા પાસે ઉભેલા ગામના નટુભા જેઠુંભા દરબાર નામનો એક ઈસમ માનસેંગભાઈના હાથમાં રહેલ આશરે પાંચ હજાર રૂપિયાની નોટો હાથમાંથી ઝુંટવી ફરાર થઈ ગયેલ, ત્યારે ફરિયાદીએ બુમો પાડતા દોડી આવેલ વિષ્ણુભાઈને જોઈ નટુભા ભાગી ગયેલ, જે અંગે માનસેંગભાઈએ નટુભા જેઠુંભા દરબાર વિરુદ્ધ સુઇગામ પો.સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : વેરસી રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment