ગીર-સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા આયોજન કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ જિલ્લા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અહેવાલની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ કલેકટરએ ૧૭ ગોલ્સના ૧૪૯ ઇન્ડિકેટર્સ સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે વર્ષ-૨૦૨૨ના લક્ષ્યાંકો નક્કી કરી એકશન પ્લાન રજુ કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એલ.એફ.અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.ખાચર, પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહિત સબંધિત વિભાગના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment