કલા પ્રેમીઓ ખુશ, દ્વારકામાં સંગીત પરિક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવી

હિન્દ ન્યુઝ,

તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય નવગુજરાત સંગીત વિધાપીઠ – ભાટીયા દ્વારા દ્વારકામાં શ્રી સિધ્ધિ વિનાયક સંગીત કલા કેન્દ્રને પરીક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવેલ જેમનો કેન્દ્ર કોડ નં – 06 છે. ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સરકાર માન્ય શાસ્ત્રીય સંગીત પ્રારંભીક થી આચાર્ય / પ્રવિણ સુધીનો ગાયન, સ્વરવાદ્ય અને નૃત્યનો પરીક્ષા અભ્યાસક્રમ ચલાવામાં આવે છે. હવે નવોદિત કલાકારો, કલા સાધકો, સંગીતપ્રેમીઓ વગેરે સંગીત ક્ષેત્રે કારકિર્દી મેળવવા દ્વારકામાં શ્રી સિધ્ધિ વિનાયક સંગીત કલા કેન્દ્રમાં ડિગ્રી કોર્સની ગાયન, વાદન, નૃત્ય વગેરેની પરીક્ષાઓ આપી શકશે. સંસ્થાના અધિકારી (M.A. & B.Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટીયાના વરદ હસ્તે (B.A. In Music) ધવલભાઈ પી. મહેતાને પરીક્ષા કેન્દ્રનું મંજૂરી પ્રમાણપત્ર વગેરે ફાઈલ અર્પણ કરવામાં આવેલ સંસ્થાના અધ્યક્ષ (B.Ed. In Music) કમલેશ આર. બથીયા તથા સસ્થાં ની સમિતિ દ્વારા અભિનંદન પાઠવેલ છે.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળીયા

Related posts

Leave a Comment