થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા વરના ઞાડી સાથે મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

હિન્દ ન્યુઝ, થરાદ

મહે.આઈ.જી.પી. જે આર મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ઇશ્વરભાઇ, અરજણજી, પો.કોન્સ પ્રકાશચંદ્ર, ઓખાભાઈ, પ્રકાશભાઈ નાઓ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી જામપુરા-ભોરોલ ગામની સીમમાંથી વરના ગાડી નંબર GJ-02-BD-7665 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 864/- કિ.રૂ.74440/- તથા વરના ગાડીની કિ.રૂ.3,00,000/- તથા મોબાઈલ નંગ 01  રૂપિયા 5000/-મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.3,78440/- નો મુદ્દામાલ મળી આવતા ગાડી ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment