સુરત થી મંજૂરી વિના કાલાવડમાં આવેલ એક ઈસમને ઝડપી પાડતી કાલાવડ પોલીસ

કાલાવડ,

કોરોનાની મહામારી અને સમગ્ર ગુજરાત માં લોકડાઉનનું ચુસ્ત પણે અમલ થતું હોય તેવા સમયે રેડઝોન જાહેર થયેલ સુરત શહેરના અમરોલી વિસ્તારમાં અને મૂળ કાલાવડ તાલુકાનાં દેવપુર (રણૂજા) ગામ નો રહીશ એવા જયદીપભાઈ મનસુખભાઇ સખીયા (પટેલ), ઉ. વર્ષ ૩૦ નાઓ એ કોઈ પણ જાતની પરવાનગી વગર સુરત થી ચોરીછૂપી કાલાવડ તાલુકાનાં પોતાના વતન એવા દેવપુર (રણુજા) માં રેહતા હોવાની પોલીસ ને ખાનગી રાહે જાણ થતાં આ ઈસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી હોમકોરોનટાઈનમાં રાખવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ તાલુકામાથી અમદાવાદ , બરોડા , ભરુચ અને સુરત જેવા શહેરો માં નોકરી અને વ્યાપાર અર્થે લાખો લોકો આ શહારોમાં જતાં અને સ્થાયી થતાં હોય છે. પરંતુ કોરોનાની આ વૈશ્વિક મહામારી માં પોતાના માદરે વતન આવવાની હોળમાં આ વતન પ્રેમીઓ જાણે અજાણીએ કોરોના જેવા ભયંકર રોગને પણ પોતાની સાથે કાલાવડમાં લાવી આખે આખા કલાવડના ગ્રામજનોને આ ‘અજગર ભરડા માં હોમવા’ જેવા કૃત્ય કરી રહ્યા છે એમાં કોઈ બેમત નથી.

કાલાવડના લોકોના જણાવ્યા અનુસાર કાલાવડ શહેરથી અડીને આવેલા ગામોમાં છેલ્લા ઘણા સમય થી એનકેન પ્રકારે રેડઝૉન અને ઓરેંજઝોન જાહેર કરેલા જિલ્લાઓમાથી હજારોની સંખ્યામાં લોકો  કાલાવડ અને આજુબાજુ ના ગામોમાં ચોરીછૂપીથી આવીને રહે છે.

કાલાવડ ટાઉન પોલીસ અને કાલાવડ ગ્રામ્ય પોલીસ આ અંગે વધુ ગંભીરતા દાખવી કાલાવડ અને આજુબાજુના ગામડાઓમાં ખાસ તપાસ અભિયાન કરશે તો હજારોની સંખ્યામાં ગેરકાયદેસર રીતે અન્ય જિલ્લાઓમાંથી આવીને રહેતા લોકો ઝડપાશે.

શું જામનગર એસ.પી. શરદ શિંઘલ આ અંગે તાત્કાલિક ધોરણે સખ્ત કાર્યવાહી કરશે કે પછી આવા ગેરકાયદેસર રીતે કોરોના સંક્રમિત વિસ્તારમાંથી આવી કાલાવડ માં ચોરીછૂપી થી રહતા લોકો કાલાવડ ને મોટા સંકટમાં નાખશે કે કેમ ? એ હવે જોવું રહ્યું.

Related posts

Leave a Comment