બનાસકાંઠા પીપાપંથી ક્ષત્રિય દરજી સમાજ એકતા સંગઠન ની મિટિંગ મળી

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર આદેશ હાઇસ્કૂલ ખાતે આજે બનાસકાંઠા પીપાપંથી ક્ષત્રીય દરજી સમાજ એકતા સંગઠન ની રચના કરવામાં આવી જેમાં અમદાવાદ સંગઠન ની ટીમ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં મીટીંગ નું આયોજન કરી દરજી સમાજ શિક્ષણ કાર્ય માં આગળ આવે તેવા ઉદ્યસ્ય સાથે વાવ થરાદ ભાભર જેવા અનેક વિસ્તારોમાં એકતા સંગઠન રથ લઈને મીટીંગ નું આયોજન કરે છે .આજે દિયોદર આદેશ હાઇસ્કુલ ખાતે પીપાપંથી ક્ષત્રીય દરજી સમાજ ની મીટીંગ મળી હતી જેમાં દિયોદર તાલુકા માં પ્રમુખ તરીકે રગનાથભાઇ દરજી ઉપપ્રમુખ તરીકે મુકેશભાઇ દરજી ની વરણી કરાઈ જેમાં જોમાભાઇ દરજી ભરતભાઇ દરજી વકીલ ,ચૌહાણ હિતેશભાઇ વકીલ, તેમજ દિયોદર પીપાજી દરજી સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : કલ્પેશ બારોટ, દિયોદર

Related posts

Leave a Comment