બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ ના જન્મ દિવસની અનોખી ઉજવણી

હિન્દ ન્યુઝ,

બનાસકાંઠા જિલ્લાના લોક પ્રિય સાંસદ પરબતભાઇ પટેલ સાહેબ ના જન્મ દિવસ નિમિતે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા ફ્રૂટ અને બીસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે બનાસબેંક ના ડીરેકટર શૈલેષભાઇ પટેલ, થરાદ તાલુકા પંચાયત ના પ્રમુખ દાનાભાઇ માળી,થરાદ શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની, તાલુકા મહામંત્રી અભેરામભાઇ રાજગોર, સરપંચ એસોસીએશન ના પ્રમુખ કાળુંભાઇ પટેલ.વિનોદભાઈ પટેલ, જીલ્લા સોસિયલ મીડીયા ના ઇનચાર્જ શૈલેષભાઇ ચૌધરી માંગરોળ, ઉપપ્રમુખ રસિકભાઈ વાણિયા, યુવા પ્રમુખ પ્રવીણભાઈ માળી, મહામંત્રી નરેશભાઇ પટેલ, શહેર યુવા પ્રમુખ હિતેશભાઈ વાણિયા, મહામંત્રી દેવચદભાઇ સુથાર, આઈ ટી વિનોદભાઇ પટેલ, રમેશભાઇ પટેલ, ભરતભાઈ પ્રજાપતિ, આઈ.ટી.ઇન્ચાર્જ રમેશભાઇ પુરોહિત, ભાવેશભાઇ ચૌધરી અને યુવા મોરચા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ અનોખી રીતે ઉજવણી કરી જન્મ દિવસ યાદગાર બનાવ્યો હતો.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment