બોગસ કામ થતા અટકાવ્યું, કોન્ટ્રાકટર ને સીખ આપવામાં આવી, તંત્ર ની આંખ ખોલી

હિન્દ ન્યુઝ, દામનગર

દામનગર નગર પાલિકાના જાગૃત કોર્પોરેટર ની સરાહનીય કામગીરી દામનગર નગરપાલિકા દ્વારા આર.સી.સી.રોડ નું અંદાજીત રકમ ૧૩ લાખ રૂપિયા નો આરસીસી રોડ મધરાતે દામનગર નગરપાલિકા ની બાજુમાં નવા એસટી બસ સ્ટોપ ની પાસે બનાવ્યો હતો. તેમાં અંદાજિત 65 ફૂટ RCC માં લોખંડ નાખ્યા વગર આરસીસી રોડનું કામ કરી દેવાયું હતું. તેની જાણ થોડાદિવસ પહેલા થતા દામનગર નગર પાલિકાના જાગૃત કોર્પોરેટર અરવિંદભાઈ બોખા, ખીમજીભાઈ કસોટીયા, યાસીનભાઈ ચુડાસમા ને થતા આરસીસી રોડનું કામ અટકાવાયું હતું અને તેની જાણ દામનગર નગરપાલિકાના ચીફ ઓફિસર પરમાર અને દામનગર નગરપાલિકાના પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા ને વારંવાર રજૂઆત કરતા આગળનું કામ ચાલુ કરાવો નવું કામ કર્યા પહેલા આ રોડ તોડી 65 ફૂટ માં લોખંડ નાખી નવેસર થી કરવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

તા. 12-08-2021 ના રોજ રાત્રે 08:00 દામનગર નગરપાલિકાના પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા નગરપાલિકાના સભ્ય ખીમજીભાઈ કસોટીયા, યાસીનભાઈ ચુડાસમા, અરવિંદભાઈ બોખા, હસુભાઈ ભડકોલીયા અને દામનગર નગરપાલિકાના એન્જિનિયર પ્રશાંત સરલીયા ડિઝાઇન પોઇન્ટ પરેશભાઈ સાથે મળીને પંચરોજ કામ કરવામાં આવ્યું હતું અને RCC રોડ તોડી ને સેમ્પલ લેબ માં તપાસ માટે મોકલાયા હતા.

રિપોર્ટર : યાસીન ચુડાસમા, દામનગર

Related posts

Leave a Comment