નડિયાદ શહેર તથા ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસ ખોજ અભિયાન રાખવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, નડિયાદ

આજરોજ તારીખ ૦૭/૦૮/૨૦૨૧ શનિવાર ના રોજ નડિયાદ મુકામે પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા ના નેતૃત્વ હેઠળ વિકાસ ખોજ અભિયાન કાર્યક્રમ ના અનુસંધાનમાં નડિયાદ મરીડા ભાગોળ એસ્સાર પેટ્રોલ પંપ પાસે નડિયાદ શહેર અને ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ મા કોંગ્રેસ પક્ષના જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, લોકસભા ના ઉમેદવારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, કોંગ્રેસના કાર્યકરો નગરપાલિકા લડેલા ઉમેદવારો તથા વિવિધ સેલ ના ચેરમેનો, નડિયાદ શહેર પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ, રાજેશભાઈ ઝાલા, પ્રતિનિધિ અતુલભાઈ પટેલ, એસ.કે બારોટ તથા કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા હતા.

આ પ્રોગ્રામ મા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા એ પ્રવચન આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્ય મા થઈ રહેલા પેટ્રોલ, ડીઝલ ના ભાવ વધારો તથા રાંધણ ગેસ ના રોજબરોજ વધી રહેલા બેફામ વધતું જાય છે તથા કોરોના કાળ મા આમ જનતા પર વિવિધ પ્રકારનો બોજ પડી રહ્યો છે જેમ કે નોકરિયાત વર્ગ ની નોકરીઓ જતી રહી, રીક્ષાવાળા ઓ ને તકલીફ પડી રહી છે તથા આમ જનતા હાલ બેરોજગાર થઈ રહી છે અને દિવસે દિવસે ખાદ્ય ચીજ દૂધ, કપાસ તેલ, સીંગ તેલ વગેરે મા રોજબરોજ થઈ રહેલ ભાવ વધારો આમ જનતા પર હાવી થઈ રહ્યું છે અને ગુજરાત સરકાર પાંચ વર્ષ પુરા થયા ની ખોટી રીતે વિકાસ દિવસ તરીકે ઉજવણી કરી રહી છે તેવું પણ તેઓ એ જણાવેલું હતું. વધુ મા નડિયાદ શહેર તથા સમગ્ર ગુજરાત રાજ્ય મા બેરોજગારી, મોંઘવારી ની તથા ખરાબ રસ્તાઓ, ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય અને ભાજપ સરકાર નાં કરેલ કર્યો પર કટાક્ષ મુકવામાં આવ્યું.

 

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment