મુખ્યમંત્રી વિજયભાઈ ની વિજયભાઈ રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે

 

હિન્દ ન્યુઝ, નડિયાદ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે.

તદ્દ અન્વયે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત કરશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment