લાખણી ના કાતરવા ગામની સીમ માંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આગથળા પોલીસ ટીમ

હિન્દ ન્યુઝ, લાખણી

              પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ બનાસકાંઠા, પાલનપુર નાઓએ દારૂ – જુગારની પ્રવૃત્તિ ડામવા અંગે સુચન કરેલ હોઇ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ આર. ઓઝા તથા પી.એન.જાડેજા પો.સબ.ઇન્સ આગથળા પો.સ્ટે તથા આગથળા પોલીસ સ્ટેશનના સ્ટાફ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુકત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે કાતરવા ગામની સીમમા અમુક ઇશમો જુગાર રમે છે.

જે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબ ના નામ વાળા ઇશમો રોકડા રૂ. ૧૪,૪૦૦/- સાથે જુગાર રમતા પકડાઇ ગયેલ હોય તેઓના વિરૂધ્ધમા આગથળા પોલીસ સ્ટેશનમા જુગાર ધારા કલમ ૧૨ મુજબનો કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ માં (૧) સુરેશભાઇ જીવરામભાઇ જાતે-ઠક્કર રહે. વૃંદાવન હોટલની પાછળ હર્ષપાર્ક ડીસા તા-ડીસા હાલ રહે.કાતરવા કેટલફીડ સામે કાતરવા તા.લાખણી, (૨) મહેશભાઇ મોહનભાઇ જાતે-પ્રજાપતી રહે.કલાપી નગર ડીસા તા-ડીસા, (૩) બાબુભાઇ શંકરાજી જાતે. માજીરાણા રહે.સોતમલા તા.ડીસા, (૪) રાજુભાઇ પરસોતમભાઇ જાતે.ઠક્કર રહે.વૃંદાવન હોટલની પાછળ હર્ષપાર્ક ડીસા તા-ડીસા હાલ રહે. કાતરવા કેટલફીડસામે કાતરવા તા.લાખણી

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment