સંભવિત વાવાઝોડા અને વરસાદની સ્થિતી સામે બહાર ન નીકળવા ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ખેડા 

આવનારા સંભવિત વાવાઝોડામાં રક્ષણ મેળવવા શહેરી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી તથા પવન ફૂંકાવાની આગાહી સામે સાવચેતીના પગલાના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આકસ્મિક કારણોસર બહાર ન  નીકળવા જાહેર અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા તથા સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

   સંભવિત વાવાઝોડાની સામે રક્ષણ મેળવવા માટે  સાવચેતીના ભાગરૂપે આપણું તથા આપણા પાલક પશુઓનું પણ આપણે ધ્યાન રાખીએ  તેના માટે ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાની અસર થનારા ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોએ બે દિવસ ચાલે તેટલો ઘાસચારો અને પાણીનો  સંગ્રહ સુરક્ષિત કરી રાખવો જોઈએ. વાવાઝોડા સમયે પશુઓને સાંકળથી ખીલે ન  બાંધી તથા સંરક્ષણ દિવાલ હોય તેવી સલામત જગ્યાએ રાખવા પશુપાલકો જેમની પાસે જગ્યા ન હોય તેમને સાર્વજનિક ગૌશાળા અથવા પાંજરાપોળમાં પશુઓને સાચવવા તેમજ પશુ અને ઝાડ, છાપરા, વીજળીના થાંભલાથી દુર રાખવા જરૂર જણાય તો આસપાસના પશુ ચિકિત્સકોનો સંપર્ક કરવો તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવા જાહેર અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment