દિયોદર નાં ભાભર રેલવે ફાટક પાસે યુવાને ટ્રેન નીચે પડતું મૂકી મોત ને વ્હાલું કર્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

     બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થી ભુજ જતી રેલવે લાઈન પર અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો પોતાની બેદરકારી નો ભોગ બનતા હોય છે ત્યારે અનેક લોકો પોતાની મજબુરી માં પણ ટ્રેન નીચે પડતું મૂકી જીવનને ટુકવતા હોય છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ભાભર ફાટક પાસે એક યુવાને અગિયાર વાગ્યે ના સુમારે બોગી ટ્રેન નીચે પડતું મૂકી મોત ને વ્હાલું કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. જે ટ્રેન નીચે પડતું મુકનાર યુવાન દીઓદરના હકાજી ધારસીજી ઠાકોર ઉર્ફે મેરાજ હોવાનું જાણવા મળ્યું છે અને મરનાર યુવાન પાસે થી સુસાઈટ નોટ પણ મળી આવી છે અને સુસાઈટ નોટમાં મરવાના કારણ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મરનાર યુવાનની પાસે થી મળી આવેલી સુસાઈટ નોટમાં સાસુ સાળી અને પત્નીને મરવા મજબૂર કરવાનું કારણ બતાવવામાં આવ્યું છે અને મરનાર યુવાનના પૈસા એલ આઈ સી એજેન્ટ અનુપજી ભેમાજી ઘઘોસ ચિભડા વાળા પાસે 15.300 દસ વર્ષ ની મુદતે આપેલા હોઈ ત્રણ ટકા પોતાની દીકરીઓને આપવાનો ઉલ્લેખ કરાયો છે. જેની જાણ દિયોદર શહેર પોલીસ અને રેલવે પોલીસ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે સુસાઈટ નોટમાં જેના નામ લખાય છે તે સાચા ગુનેગારો છે કે પછી એ બાબતે સત્યની તપાસ થાય તેવી લોક માંગ ઉઠી છે. હાલ તો આ બાબતે પોલીસે એડી મુજબ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment