હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીઆ
તા.05/04/2021ના રોજ દેવગઢ બારીઆ નગરપાલિકા ખાતે પ્રમુખ ચાર્મીબેન નીલ સોની, સભ્ય સજ્જનબા ગોહિલ, ચીફ ઓફિસર વિજયકુમાર ઈટાલીયા અને શહેરી આજીવિકા કેન્દ્રના કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર રવિન્દ્રસિંહ રાઠોડ અને મદદનીશ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર લક્ષ્મીબેન રાઠવાની રૂબરૂમાં મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત બરોડા ગુજરાત ગ્રામણી બેંક દ્વારા મંજૂર થયેલ લોન રૂપિયા.1,00,000/- (અંકે રૂપિયા એક લાખ પુરા)નો ચેક અને મંજૂરીપત્ર આસમાં સ્વ સહાય જૂથના પ્રમુખ અને મંત્રીને આપવામાં આવ્યો.
રિપોર્ટર : ફેઝાન મફત, દેવગઢ બારીઆ