માંગરોળ તાલુકા પંચાયયના ચૂંટાયેલાં સદસ્યોની આગામી તા. 17 મી માર્ચના મળનારી પ્રથમ બેઠક

હિન્દ ન્યૂઝ, માંગરોળ 

માંગરોળ તાલુકા પંચાયયના ચૂંટાયેલાં સદસ્યોની આગામી તારીખ 17 મી માર્ચના, બુધવારે, સવારે 11:00 કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં માંગરોળ અને માંડવીના પ્રાંતઅધિકારી અને નાયબ કલેકટરના અધ્યક્ષપદે ચૂંટાયેલાં સદસ્યોની પ્રથમ બેઠક મળશે. આ બેઠકમાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી બેઠકની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. માંગરોળ તાલુકા પંચાયત કચેરી તરફથી આ અંગે ચૂંટાયેલાં તમામ સદસ્યોને બેઠક અંગેની જાણ કરી દેવામાં આવી છે. માંગરોળ તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપે કબ્જે કરી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. પ્રમુખપદે ચંદનબેન મહેશભાઈ ગામીત અને ઉપપ્રમુખપદે ભરતભાઇ શિવાભાઈ પટેલ નિશ્ચિત છે. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે. જ્યારે અતિમહત્વનું કારોબારી સમિતિનું પદ કોનાં ફાળે જાય તે ભાજપની બેઠકમાં નક્કી કરી શકાયું નથી.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment