વિરમગામ શહેર ટાઉન પોલીસ દ્વારાવોર્ડ નં 4 અને 5 મા શાંતિ સમિતી ની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યૂઝ, વિરમગામ

                વિરમગામ શહેરમાં નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તે માટે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વિરમગામ શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 4 તથા 5 શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી. આ મિટિંગમાં વોર્ડ નંબર 4 તથા 5 ના ઉમેદવારો તથા વિસ્તારના આગેવાનો હાજર રહ્યા. વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. લવીના સિન્હા, પી.આઇ. એમ.એ.વાઘેલા દ્વારા વિસ્તારના ઉમેદવારો તથા આગેવાનોને ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ના બને તેવી અપીલ કરી.

       આ બાબતે વોર્ડ નં 4 તથા 5 ના ઉમેદવારો તથા આગેવાનો દ્વારા પુરતો પોલીસ બંદોબસ્ત ની માંગ કરવામાં આવી. સાથે જ શાંતિ પૂર્ણ ચૂંટણી થાય અને કોઈ પણ જાતના અણબનાવ ના બને તેવી આગેવાનો એ ખાત્રી આપી.

રિપોર્ટર  :  નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment