હિન્દ ન્યૂઝ, નડિયાદ
આજરોજ નડિયાદ નગરપાલિકાની ચુટણીમાં ચુંટણી કામે રોકાયેલ અધિકારી ઓ કર્મચારીઓ વગેરે ઓ તરફ થી આજે પોસ્ટલ બેલેટ થી મતદાન પ્રકિયા ઈપ્કોવાલા હૉલ, પારસ સર્કલ, નડિયાદ ખાતે સવારના ૮:૦૦ કલાકથી શરૂ કરવામાં આવેલ હતી. તેમાં સવાર થી મોટી સંખ્યામાં સરકારી કર્મચારી ઓ તથા અધિકારી ઓ દ્વારા બેલેટ પેપર થી મતદાન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેર ના ડેપ્યુટી કલેક્ટર રમેશ મેરજા દ્વારા સો પ્રથમ સવારે બેલેટ પેપર થી મતદાન કરવામાં આવ્યું અને ત્યાર પછી નડિયાદ શહેર ના હોમગાર્ડ ના જવાનો, પોલીસ સ્ટાફ તથા સરકારી સ્કૂલ ના સ્ટાફ વગેરે ઓ દ્વારા બેલેટ પેપર થી મતદાન કરવામાં આવ્યું હતું. તેમાં સૅનેટાઇઝ કરી, બોડી ટેમ્પરેચર માપી પછી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કોરોના ગાઈડ લાઈન નુ પાલન કરી બધા જ સરકારી અધિકારી ઓ દ્વારા મતદાન ચાલુ થયું હતું.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ